વહેલી પરોઢે ઝબકીને વિચારતો હું, ક્યાં મળશે આ કારણ;
Code લખી લખીને થાક્યો હું, શોધી રહ્યો છું કોઈ કારણ;
હતો જ્યારે નાનો મને લાગતું, ઈચ્છાઓ બનશે મારુ કારણ;
રહી બાજુ એ નીકળ્યો આગળ હું, ફરી શોધવા કોઈ કારણ;
તલ્લીન બધાં આ રસિક દુનિયામાં, નથી જોઈતું કોઈને કોઈ કારણ;
કહે નાં સમજ શોધીશ નહીં સૃષ્ટિમાં, આવવાનું નથી કોઈ કારણ;
દિશાઓ બદલી, જગ્યાઓ બદલી, શોધવા માટે મૈ કોઈ કારણ;
મળ્યો જવાબ પહેલીવાર જગમાં, મજબૂરી પણ છે એક કારણ;
હતી ચાહના મારી દિલમાં, બની જાય મારું એ કારણ;
જણાવી દીધું એને પલકારામાં, શોધી નથી સકતી મારામાં એ કારણ;
અંહિ પૂરી કરું છું મારી કવિતા, એક ઊંડા નિઃસાસા સાથે;
લાગી જવું છે મારે પણ દોડમાં, જોઈતું નથી હવે કોઈ કારણ;
~ Abnormal Person
Do we really require reason in Life ?
2 comments:
saari laakhi che ...
@chinmai: Welcome to the page. Thanks :-).
Post a Comment