Monday, January 26, 2015

'મન' - નિરાંતની પ્રાણપ્રતિષ્ઠા ....!!

ક્યાં કહું છું કે - દાવ છોડી દો ?
ખેલ ખેલો , તણાવ છોડી દો.
જીતની જીદ ના કદી રાખો -,
હારની બીક સાવ છોડી દો 
જ્યાં સુધી આ સ્વભાવ ના છુટે 
ભાવ રાખો , અભાવ છોડી દો.
જો કિનારા સુધી જવા માટે 
હો જરૂરી તો નાવ છોડી દો 
છે શરત એક માત્ર મંઝીલની 
બસ સમયસર પડાવ છોડી દો.
                - ડૉ. મનોજ જોશી 'મન'

તું ફક્ત ના હાર જો કે જીત જો !
યુદ્ધ કરવાની આ મારી રીત જો !!

3 comments:

Live2cherish said...

Being a true gemini, this thought seems so entertaining but just for curiosity sake not implementing sake.

dishantparikh said...

Ha ha ha.. Being a true Gemini, I second your comment..!!

Live2cherish said...

:)

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...