Sunday, April 13, 2014

આપણા ઘડવૈયા બાંધવ આપણે

આપણા ઘડવૈયા બાંધવ આપણે 
આપણે આવળ બાવળ બોરડી,
કેસર ઘોળ્યા જી !
ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી ,
વેડે તેને આવે હાથ જી.
આપણા ઘડવૈયા બાંધવ આપણે. 
પંડની પેટમાં પારસ છે પડયો ,
ફૂટલાં ફૂટે છે કરંમ જી,
વાવરી જાણે તે બડભાગિયો ,
જળહળ એના રે જિવન જી
આપણા ઘડવૈયા બાંધવ આપણે.
                          - રાજેન્દ્ર શાહ    

No comments:

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...