Sunday, August 11, 2013

તું તારી રીતે જા.

કોઈ જાતું હળવે હળવે કોઈ ઘાએ ઘા 
તું તારી રીતે જા 
તને ગમે તો આ પા જાજે , અથવા પેલી પા 
તું તારી રીતે જા

બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી 
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી 
દોર મૂકજે બજાર વચ્ચે દેહ ઉઘાડો મેલી 
ને ફરી ફરીને ન્હા 

હોય અજાણ્યા કે જાણીતા - છતાંય મલકે હોઠ 
રોજ ધૂળેટી ઊજવીએ માગી નજરની ગોઠ 
હળ્યા મળ્યાં તો ઘેર ઊતરશે અવસરની કૈ પોઠ 
રે ઉતાવળો કાં થા ?

કોઈ બાળકે ફૂલ ચીતરતાં મ્હોરી ઉંથી ભીંત 
પતંગિયાને કોણ શીખવે છે ઉડવાની રીત ?
કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત ?
તું મન ફાવે તે ગા 
તું તારી રીતે જા.

~ મનોહર ત્રિવેદી  

No comments:

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...